See: Phonetic Keyboard
|
Greeting: |
નમસ્તે / નમસ્કાર / જય જય
namaste / namaskAr / jay jay [Hello]
સુપ્રભાત
suprabhAt [Good Morning]
શુભરાત્રિ
shubharAtri [Good Night]
આવજો
Avajo [Good Bye]
આભાર
AbhAr [Thanks]
કેમ છો ?
kem Cho ? [How are you]
હું મજામાં છું, આભાર / મજામાં
huM majAmAM ChuM, AbhAr / majAmAM [I am fine thank you]
દિલગીર છું.
dilagIr ChuM. [Sorry]
|
Weather: |
ખૂબ જ ઠંડી પડે છે. / ટાઢ છે.
khUb ja ThaMDI paDe Che. / TADh Che. [It is cold]
બહાર ખૂબ જ ઠંડી છે. / બહાર બહુ ટાઢ છે.
bahAr khUb ja ThaMDI Che. / bahAr bahu TADha Che. [It is cool outside]
ખૂબ જ ઘામ છે. / ગરમી બહુ છે.
khUb ja ghAm Che. / garamI bahu Che. [It is hot]
વરસાદ પડે છે. / પાણી વરસે છે.
varasAd paDe Che. / pANI varase Che. [It is raining]
|
General: |
તમારું નામ શું છે ? / નામ શું તમારું?
tamAruM nAm shuM Che ? / nAm shuM tamAruM? [What is your name?]
મારું નામ રંજન છે. / મારું નામ રંજન.
mAruM nAm raMjan Che. / mAruM nAm raMjan. [My name is Ranjan]
તમે ક્યાં રહો છો ? ઘર ક્યાં તમારું ?
tame kyAM raho Cho ? ghar kyAM tamAruM ? [Where do you live?]
હું બેંગળૂરુ નજીક રહું છું.
huM beMgaLUru najIk rahuM ChuM. [I live near Bengaluru]
તમારિ ઉંમર શું છે ?
tamAri uMmar shuM Che ? [How old are you?]
પેલું મકાન ઊચું છે.
peluM makAn UchuM Che. [That building is tall]
તે સુંદર છે. / એ દેખાવડી છે.
te suMdar Che. / e dekhAvaDI Che. [She is beautiful]
મને બંગાળી મિઠાઈ ભાવે છે.
mane baMgALI miThAI bhAve Che. [I like Bengali sweets]
મને પંખીઓ ગમે છે. / હું પક્ષીઓને ચાહું છું.
mane paMkhIo game Che. / huM pakShIone chAhuM ChuM. [I love birds]
રેલ્વે સ્ટેશન ક્યાં છે ?
relve sTeshan kyAM Che ? [Where is Railway station?]
બસ અડ્ડો અહીથી કેટલો દૂર છે ?
bas aDDo ahIthI keTalo dUr Che ? [How far is the Bus Terminal from here?]
એરપોર્ટ પહોચતાં કેટલી વાર લાગશે ?
eraporT pahochatAM keTalI vAr lAgashe ? [How long will it take to reach the Airport?]
શું શ્રી રઘુનાથ છે ? / રઘુનાથભાઇ છે કે ?
shuM shrI raghunAth Che ? / raghunAthabhAi Che ke ? [Is Mr. Raghunath there?]
જેવા એ નવરા થાય કે તરત જ ફોન કરવા કહેજો.
jevA e navarA thAy ke tarat ja phon karavA kahejo. [Please tell him to call back as soon as he is free]
તેની કિંમત શું છે ?
tenI kiMmat shuM Che ? [How much will it cost?]
માફ કરજો
mAph karajo [Excuse me]
મને ચંડીગઢ જવા માટે ગાડી કયા પ્લેટફોર્મ પરથી મળશે ?
mane chaMDIgaDh javA mATe gADI kayA pleTaphorm parathI maLashe ? [From which Platform can I get the train for Chandigarh?]
શું આ ગાડી અલીગઢ ઉભી રહેશે ?
shuM A gADI alIgaDh ubhI raheshe ? [Does this train stop at Aligarh?]
તમને કેટલાં બાળકો છે ?
tamane keTalAM bALako Che ? [How many kids do you have?]
આ ભેટ અદ્ભૂત છે.
A bheT ad^^bhUt Che. [This gift is wonderful]
તે ખરેખર સુંદર છે.
te kharekhar suMdar Che. [It is really pretty]
ખાણું સ્વાદિષ્ટ છે.
khANuM swAdiShT Che. [Food is delicious]
અભિનંદન
abhinaMdan [Congratulations]
તમે ખુબ જ સુંદર લાગો છો.
tame khub ja suMdar lAgo Cho. [You look lovely]
સાલમુબારક / નૂતન વર્ષાભિનંદન.
sAlamubArak / nUtan varShAbhinaMdan. [Wish you happy new year]
તું સહુ સુખ પામજે / સદા સુખી રહો.
tuM sahu sukh pAmaje / sadA sukhI raho. [I wish you all the happiness]
લગ્ન-પ્રસંગે અભિનંદન.
lagna-prasaMge abhinaMdan. [Congratulations on your marriage]
ખુલ્લી આંખે લગ્ન કરો, બાદમાં આંખો અડધી બીડેલી રાખો.
khullI AMkhe lagna karo, bAdamAM AMkho aDadhI bIDelI rAkho. [Keep your eyes wide open before marriage and half- shut afterwards]
Examples courtesy: VishwaBharat@tdil